રાજકોટમાંં મોટરસાયકલની હડફેટે ચડતા વૃઘ્ધનું મોત

રાજકોટ તા.7
કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બાઇકસવાર વણકર વૃદ્ધને અન્ય બાઇક ચાકલે ઠોકર મારતા વૃદ્ધનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે
શહેરના કાલાવડ રોડ પર આવેલ જયભીમનગરમાં રહેતા મુળજીભાઇ ભયાભાઇ પરમાર નામના 82 વર્ષીય વૃદ્ધ ગઇકાલે બપોરે પોતાનું બાઇક લઇને ધુળીયા દોમડા ગામેથી રાજકોટ આવતા હતા દરમિયાન કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે જી.જે 3 કેબી 7498 નંબરના બાઇક ચાલકે મુળજીભાઇને ઠોકર મારતા તે ફંગોળાઇ ગયા હતા. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ સારવાર અર્થે મૂળજીભાઈને હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ટી. રબારી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક મુળજીભાઇના પુત્ર લક્ષ્મણભાઇ પરમારની ફરીયાદ પરથી બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.