પોરબંદરમાં આજે રકતદાન કેમ્પ

પોરબંદર તા.7
પોરબંદરમાં આજે રકતદાન કેમ્પનું આયોજન થયું છે. અલતુર્કીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો માટે રવિવાર તા. 7/7ના સવારે 10 થી ર સુધી બંદર રોડ ઉપર આવેલ સમસ્ત સિપાઇ જમાત કોમ્યુનીટી હોલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોને જોડાવવા ટ્રસ્ટ પ્રમુખ ઇલ્યાશ બશીર ચૌહાણે અપીલ કરી છે.