છાંયાની સ્વામીનારાયણ શાળામાં ઇન્વેસ્ટિચર કાર્યક્રમ યોજાયો

  • છાંયાની સ્વામીનારાયણ શાળામાં ઇન્વેસ્ટિચર કાર્યક્રમ યોજાયો
    છાંયાની સ્વામીનારાયણ શાળામાં ઇન્વેસ્ટિચર કાર્યક્રમ યોજાયો

પોરબંદર તા.7
છાંયાની સ્વામીનારાયણ શાળામાં ઇન્વેસ્ટિચર સેરેમની કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામીનારાયણ એમ.જી.કે. ઇંગ્લીશ સી.બી.એસ.ઇ. સ્કુલ, છાંયામાં ઇન્વેસ્ટિચર સેરિમની ઉજવાયો હતો. ગાર્ડ ઓફ ઓનર દ્વારા સમારંભના ચીફ ગેસ્ટ ડી.વાય.એસ.પી. પી.જી. પટેલનું ડ્રમના તાલ સાથે સ્વાગત કરવામાં આવેલ. સંગીતના સુર સાથેની પ્રાર્થના પછી મહેમાનોના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલી. આ એક એવો કાર્યક્રમના કારણે શાળાના વિદ્યાર્થીઓનું કલાસ અને અન્ય સ્પોર્ટસ તથા જનરલ ડીસીપ્લીન ડેવલોપ થાય છે. બાળકો ખુદ સ્વયં પોતાના જીવનની બાબતોથી જવાબદાર બને, ડીસીપ્લીન અને સ્પોર્ટસ આ બે બાબતોને નજર સમક્ષ રાખી હેડબોય, હેડ ગર્લ, સ્કૂલ કેપ્ટન, સ્કુલ વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન અને કલાસ કેપ્ટનને સેશ તથા બેઝ એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે બાળકોના વાલીઓ દ્વારા બેઝ એનાયત થતા ઉપસ્થિત વાલીઓ પણ પોતાના સંતાનને મળતા સકારાત્મક પ્રોત્સાહનથી ખુબ જ ખુશ હતા. ડ્રમના તાલ સાથે જે તે વિભાગના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ પ્રવેશ જ બાળકોમાં સુષુપ્ત રહેલ, એક લશ્કરી શિસ્ત પ્રસ્તુત થતી હતી. બાળકોને આ પ્રસંગ જીવનભર સાંભરણારૂપ બની રહ્યો. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉ પસ્થિત રહેલ આપણા ગ્રામ્ય ડી.વાય.એસ.પી. પી.જી. પટેલ પણ ચાલતી આ પ્રક્રિયાથી ખુબ જ ખુશ થયા. માર્ચ પાસ્ટ સાથે આવેલ જે તે વિભાગના વિદ્યાર્થીનો શપથવિધિ શરૂ થતાં સ્કુલના પ્રિન્સીપાલ સોફીયાસિંઘ અને વાઇસ પ્રિન્સીપાલ અર્ચનાબેન કે. થાનકી દ્વારા શિસ્ત, શિક્ષણ, સ્વચ્છતા અને જવાબદારીના શપથ લેવડાવવામાં આવેલ અને ત્યારબાદ જે તે વિભાગના હેડ બોય અને હેડગર્લ દ્વારા શપથ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડી.વાય.એસ.પી. પી.જી. પટેલે પોતાના વકતવ્યમાં પોતે શિક્ષક તરીકે હતા તે સંભારણા યાદ કર્યા હતા અને જીવનમાં શિક્ષણની સાથે સંસ્કાર તથા શિસ્તનું શું મહત્વ છે તે પોતાના ટૂંકા એવા પ્રવચનમાં જણાવેલ તથા જીવનના તમામ ક્ષેત્રે પ્રગતિ અંગે શુભેચ્છા અને સ્વામીનારાયણ ગુરૂકુલની શૈક્ષણિક પ્રવૃતિને બિરદાવી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ પોતાના વકતવ્યમાં ખાસ જણાવેલ કે, ડ્રેસ એન્ડ એડ્રેસ શુડ બી નિટ એન્ડ કલીન. આ બાબતથી જ માણસની પ્રગતિ થાય છે. સ્કુલના ખુબ ઉત્સાહી પ્રિન્સીપાલ સોફીયાસિંઘ અને વાઇસ પ્રિન્સીપાલ અર્ચનાબેન તેમજ સ્કુલના તમામ ટીચર્સને આ સુંદર શિસ્તબદ્ધ આયોજન બદલ અભિનંદન આપેલ. વાલીઓના સહયોગને ખાસ બિરદાવેલ હતો. બાળકોના આ શિસ્તબદ્ધ પ્રસંગે એમ.બી.એ. કોલેજના ડાયરેકટર ડો. વિરલકુમાર શિલુ, લો કોલેજના પ્રિન્સીપાલ ભરતભાઇ પંડયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ અર્ચના વિશ્ર્વમ, ગુરૂકુલ વિદ્યાલયના પ્રિન્સીપાલ રાજુભાઇ મોઢવાડિયા તથા રાણાવાવ પ્રાઇમરી સ્કુલના પ્રિન્સીપાલ મીનાબેન સી. સોઢા અને આમંત્રીત વાલીઓ ખાસ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આભારવિધિ બાદ રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.