ગોઢાણીયા મહિલા કોલેજમાં મતદાતા માર્ગદર્શન શિબિર યોજાઈ

  • ગોઢાણીયા મહિલા કોલેજમાં મતદાતા માર્ગદર્શન શિબિર યોજાઈ
    ગોઢાણીયા મહિલા કોલેજમાં મતદાતા માર્ગદર્શન શિબિર યોજાઈ

મતદાન કઈ રીતે કરવું ? તથા તેમાં વપરાતા ઉપકરણોની સમજ અપાઈ
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજમાં મતદાતા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. પોરબંદર ખાતેની ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાતા જાગૃતિને ધ્યાનમાં લઈ ધીરૂભાઈ ધોકિયાના અધ્યક્ષસ્થાને મતદાતા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડો. એમ.એન. વાઘેલાએ જે વિદ્યાર્થીનીઓને 18 વર્ષ પૂર્ણ થાય છે અને જે આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાતા તરીકે પોતાની ફરજ અદા કરવાના છે તેઓએ ચૂંટણી કાર્ડથી લઈને બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વિવિપેટ અંગેની ઝીણવટપૂર્વક માહિતી આપી મતદાર પ્રત્યે જાગૃત થવા સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડો. સ્મિતાબેન આચાર્ય, જલ્પાબેન મહેતા તથા નિલેષભાઈ દવે હાજર રહ્યા હતા. શિબિરની સફળતા બદલ પ્રિન્સીપાલ ભરતભાઈ વિસાણા તથા નેકના કો-ઓર્ડીનેટર ડો. કેતનભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)