રાજકોટના ચુનારાવાડમાં સસરા-જમાઇ વચ્ચે લોખંડના પાઇપથી મારામારી

રાજકોટ તા.7
રાજકોટ શહેરમાં રાત પડતાની સાથે જ ગુનેગારો નીકળી પડતા હોય છે અને વિવિધ ગુનાઓને અંજામ આપી પોલીસને દોડતી કરતા હોય છે ત્યારે ચુનારાવાડમાં સાસરે રહેલી દીકરીને જમાઈ હેરાન કરતો હોય તેને સમજાવવા જતા સસરા જમાઈ વચ્ચે જામી પડી હતી લોખંડના પાઇપથી સામસામી મારામારી થતા બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી હતી આ વખતે ફરજના ભાગરૂપે વચ્ચે પડેલા થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને પણ ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં સામસામી નોંધાયેલી ફરિયાદ મુજબ ચુનારાવાડમાં રહેતા મહેશ ચંદુભાઈ સોલંકી નામના દેવીપૂજકની દીકરી અંજલીના કુબલિયાપરામાં રહેતા યોગેશ રમેશભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ દીકરીને હેરાન કરતો હોય અને ઘરમાંથી કાઢી મુકતો હોય તે અંગે સમજાવવા જતા મહેશ અને યોગેશ વચ્ચે ઝઘડો થયો હતો અને બંનેએ એકબીજા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરતા બંનેને ઇજા થઇ હતી આ સમયે આ જ વિસ્તારમાં ચંદુ કાંતિ તનિયાની ખુલ્લી દુકાન બંધ કરાવવા ગયેલા થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમ આયદાન ફરજના ભાગરૂપે સસરા જમાઈના ઝઘડામાં વચ્ચે પડતા તેના ઉપર પણ ધોકાથી હુમલો કરવામાં આવતા હાથમાં ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો જે અંગે ફરિયાદ નોંધાવાઇ નથી પરંતુ સસરા જમાઈની સામસામી ફરિયાદ નોંધી પીએસઆઇ જે જી ચૌધરીએ બંને સારવાર હેઠળ હોય રજા આપ્યા બાદ ધરપકડ કરવામાં આવશે