રાજકોટમાં ચોરાઉ દાગીના લે-વેચના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ તા.7
રાજકોટ શહેરમાં ગુનાઓ આચરી ભૂગર્ભમાં ઉતરી જતા આરોપીઓને પકડવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ચારેક વર્ષ અગાઉના ચોરાઉ દાગીના લેવેચના ગુનામાં ફરાર પટેલ શખ્શને ફર્લો સ્ક્વોડના સ્ટાફે દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો છે
રાજકોટ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, ડીસીપી વાઘેલા, મીણા તથા એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ બી કે ખર્ચર, મધુકાન્તભાઈ સોલંકી, બકુલભાઈ વાઘેલા, જયદેસવિહ પરમાર,કિશોરદાન ગઢવી તેમજ હરિભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મધુકાન્તભાઈ, જયદેવસિંહ અને કિશોરદાનને ખાનગીરાહે હકીકત મળી હતી કે પેડક રોડ ઉપર લાખેશ્વર સોસાયટીમાં રહેતો અને ગાંધીગ્રામના ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો હિતેશ બાવાભાઈ અજાણી નામનો પટેલ શખ્સ તેના ઘર નજીક ઉભો છે આ બાતમી આધારે દોડી જઈ દબોચી લીધો હતો આ શખ્સ અગાઉ ચાંદીકામ કરતો હોય તેને ત્યાં મજૂરીકામ કરવા આવતા કારીગર પ્રકાશે તેના મિત્ર પાસેથી ચોરાઉ દાગીના લીધા હતા અને તેમાં હિતેશ પણ મદદરૂપ થયો હતો અને કમાણી કરી હતી આવા ગુનામાં તેનું નામ ખુલતા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારથી ફરાર હતો આ અગાઉ એ ડિવિઝનમાં પણ તેની ધરપકડ થઇ ચુકી છે ત્રણેક ગુનામાં સંડોવણી ખુલે તેવી શંકાના આધારે ગાંધીગ્રામ પોલીસને સોંપાયો છે