વડોદરામાં ‘રોમિયો અકબર અને વોલ્ટર’ ફિલ્મનું શૂટિંગ

  • વડોદરામાં ‘રોમિયો અકબર અને વોલ્ટર’ ફિલ્મનું શૂટિંગ
    વડોદરામાં ‘રોમિયો અકબર અને વોલ્ટર’ ફિલ્મનું શૂટિંગ

 

મુંબઈ: જેકી શ્રોફની આગામી ફિલ્મ રોમિયો અકબર અને વોલ્ટરનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ શૂટ માટે રોમિયો અકબર વોલ્ટરની આખી ટીમ વડોદરા આવી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને મોની રોય અને જ્હોન અબ્રાહમ સહિતના અભિનેતાઓ જોવા મળશે. જેકી શ્રોફ 70ના દાયકાના સ્ટાયલિશ મેનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ફિલ્મમાં મૌની રોય એકથી વધુ રોલને ન્યાય આપશે. જેકી શ્રોફને બે રૂપમાં જોઈ શકો છો. 
શૂટ બૂટ અને ટોપી પહેરીને સ્ટાઈલિશ ડોનના લૂકમાં જેકી દેખાઈ રહ્યા છે.   
તો એક બાજુ તેઓ સફેદ કૂરતામાં જોવા મળી રહ્યા છે. આ સ્પાઇ ડ્રામાના આગલા સિનમાં જોહ્ન અબ્રાહમ પણ જોવા મળશે. જોહ્ન અબ્રાહમે ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ ગુજરાત, શ્રીનગર અને દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ થશે. જૂલાઈના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. વર્ષના અંતે થશે રિલીઝ આ ફિલ્મ જોહ્ન અબ્રાહમ પણ વિવિધ રૂપમાં જોવા મળશે. મેક-અપ આર્ટિસ્ટ તરીકે વિક્રમ ગાયકવાડને સાઈન કરવામાં આવ્યા છે. વર્ષના અંતમાં ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી શકે તેવી અપેક્ષા છે.