રાજકોટમાં આલાબાઇના ભઠ્ઠાની કરોડોની જમીનના વિવાદમાં માલિકી કબ્જાના દાવા રદ

રાજકોટ તા.7
શહેરના કિસાનપરા ચોક પાસે આવેલ કરોડો રૂપિયાની આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી જમીનના માલીકો અને કબ્જા અંગે કાઠી અને લોહાણા પરીવાર વચ્ચે ર7 વર્ષથી ચાલતી તકરારમાં માલીકી અંગે થયેલા ત્રણેય સિવિલ કોર્ટે રદ કરતો ચુકાદો આપતા હવે આ જમીનનો માલીકી અંગેનો પ્રશ્ર જે સ્થિતિમાં છે તે યથાવત રહેવા પામ્યો છે.
આ અંગે દાવાની હકીકતમાં પ્રથમ દાવાની વિગત મુજબ દાવો કરનાર પાચુબેન નાનાભાઇ ધાધલે તેના પિતા ગુજરનાર નાનાભાઇ ધાધલ જોગ મુળ જમીન માલિક પારસી ધરાસા પાલનજી કરંજીયાએ આલાભાઇના ભઠ્ઠાવાળી ઓળખાતી જમીન અંગે જુના પોલીટીકલ એજન્સીએ ભાડાપેટે આવેલી જેની તકરાર સરકાર સાથે ચાલુ હોય દરમ્યાન તા.13/10 ના રોજ સાટાખત દારાસાહે નાનાભાઇ ધાંધલ જોગ કરેલો કે સરકારમાંથી જમીન મારા નામે થયાના હુકમ બાદ કરવાની શરત રાખેલી ત્યારબાદ સરકારે આ જમીન ધરાશાહના વારસના નામે ઠરાવે પરંતુ કરાર મુજબ દસ્તાવેજ નાનાભાઇના વારસ પ્રફુ વલકુભાઇને નહીં કરી આપતા વલકુભાઇએ કોર્ટમાં દાવો કર્યો હતો. જે દાવામાં કોર્ટે મનાઇહુકમ કરેલો જેનો ભંગ કરી ધારાશાહના પુત્રી હિનાબેનના કુલમુખત્યાર પરેશ ગીરધરલાલ કોટકે તેના ભાઇ ભોગીલાલ ગીરધરલાલ કોટક જોગ દસ્તાવેજ કરી આપેલો તે દાવો અંગે વલકુભાઇ સાથે કેસ પરત ખેચવા દબાણ કરેલો અને તેના સેટલમેન્ટમાં વલકુભાઇ વતી મગન મેવાળ પટેલ જોગ 1 એકર જમીનનો દસ્તાવેજ કરાવી કેસ પરત ખેચેલો. આ દાવામાં વાદી પાચુબેનનો પણ હક્ક હોય જેથી પરત ખેચવા અંગે ફરી ચલાવવા અરજી કરેલી તે દાવાના ક્રમે મુળ જમીન માલીકના વારસો હિનાબેન દારાશાહ અવસાન પામતા કોર્ટ સમન સમાધાન થતા સાટાખત કરાર વાળી મિલ્કત અંગે વાદી પાસુબેનને પપ ટકા હિસ્સો અને પ્રતિવાદી વલકુભાઇને 4પ ટકા હિસ્સો નક્કી થયેલો જે હુકમનામુ રદ કરવા ભોગીલાલ ગીરધરભાઇ કોટક, શરદ ગીરધર કોટકે આજ સુધી કોઇ કાર્યવાહી કરેલ નહી.
આ જમીન અંગેના બીજા દાવો કરનાર ભોગીલાલ કોટકે પાચુબેન અને વલકુભાઇને હુકમનામા મુજબ કોઇ હક્ક નથી અને દસ્તાવેજી રૂએ માલીકી કાનો જયંતીલાલ કોટક અને શરદ કોટકનો છે તેમાં અડચણરૂપ ન થાય તેવો મનાઇહુકમનો દાવો દાખલ કરેલ.
જ્યારે ત્રીજા દાવામાં મુળ સાટાખત કરારની રૂએ થયેલ હુકમનામાના અંગે મળેલ હિસ્સો 4પ ટકાનું વિભાજન મળવા અને હુકમનામાની રૂએ પાસુબેન અને વલકુભાઇનો કબ્જો છે. તેમાં દસ્તાવેજ કરનાર ભોગીલાલ કોટક પરીવારનો કોઇ કબ્જો ભોગવટો નથી. કોટક પરીવાર અડચણ, અટકાયત કરે નહીં અને પાસુબેને કરેલ ભોગીલાલ કોટક સામેનો દાવો મંજુર કરવામાં વાંધો નથી તેમ વલકુભાઇએ કોર્ટમાં જણાવેલું તથા વધુમાં અગાઉ જે કરાર પાલનનો દાવો કરેલો તે કરાર બાદ 1969 માં ભોગીલાલના નામા નારણજી મોરારજીએ મુળ જમીન માલીક દારાશાહ સાથે સાટાખત કરેલ તે સાટાખત અંગે તેણે અગાઉ કરેલ વિલ મુજબ તે અંગે મુળ જમીનના વારસ હિનાબેન દારાશાહ સાથે વાંધા તકરાર થતા કોટક પરીવારે કરતા સદરહુ સાટાખતની રૂએ અગાઉ દાવો કરેલ જેમાં હુકમનામુ મેળવેલું તે દરમ્યાન પ્રથમ સાટાખત કરનાર વલકુભાઇનો દાવો ચાલતો હતો તે દરમ્યાન હિનાબેનના મુખત્યાર પરેશ ગીરધરલાલ કોટકે તેના ભાગ ભોગીલાલ જોગ દસ્તાવેજ કરી આપેલો જેથી મનાઇહુકમનો ભંગ કરેલ હોય દસ્તાવેજ બંધનકર્તા નથી તેવી દાદ માંગેલ અને ખેતીની જમીન ખાતેદાર ન હોવા છતા ભોગીલાલ જોગ ખરીદ કરેલી અને ખોટી રીતે ખાતેદાર બનેલ હોવાનું જણાવી ભોગીલાલનો દાવો રદ કરવા જણાવેલ.
મિલ્કતની તકરાર અને પક્ષકારો એક જ હોય ત્રણેય દાવા એકસાથે ચલાવવા હુકમ કરી સંયુકત એક ઠરાવ અને હુકમનામુ પ્રિન્સીપાલ ત્રણેય દાવા નામંજુર કરતો હુકમ પ્રથમ સિવિલ જજ કે.વાય.દવેએ હુકમ કર્યો છે. ર7 વર્ષે ચુકાદો આપેલ છે.
આ કામમાં ગુજરનાર નાનાભાઇ વારસો વતી એડવોકેટ એલ.વી.લખતરીયા, એસ.જે.વણજારા તથા ગુજરનાર ભોગીલાલ કોટક વતી બી.પી.બુધ્ધદેવ અને ગુજરનાર વલકુભાઇના વારસો વતી વી.સી.ભાવસાર રોકાયા હતા.