રાજકોટના રતનપરમા ભાગ માંગતા ભાગીયા પિતા-પુત્ર સામે ફરિયાદ

ઇંટોના ભઠ્ઠામાં પણ અર્ધો ભાગ માંગી ઇમીટેશનના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ તા.7
રાજકોટ શહેરના સામા કાંઠે રહેતા અને રતનપર ખાતે વાડી ધરાવતા પટેલ વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાગીયા પિતા-પુત્ર સામે વાડી અને ઈટોના ભઠ્ઠામાં ભાગ માંગવા અંગે ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટનાતફક્ષિં કબીર રોડ ઉપર ચંપકનગરમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા અનિલભાઈ કડવાભાઇ હાપાલિયા નામના પટેલ વેપારીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે તેઓ રતનપર સ્થિત તેમની વાડીએ હતા ત્યારે અગાઉ તેની વાડીમાં વાવવાનું ભાગીયા તરીકે કામ કરતા અને મયૂરનગરમાં રહેતા પિતા-પુત્ર સુનિલભાઈ પ્રેમજીભાઈ ડાભી અને પ્રેમજીભાઈ રાજાભાઈ ડાભીએ વાડીમાં તથા ઈટોના ભઠ્ઠામાં અર્ધો ભાગ આપવો પડશે ભાગ દેવાની ના પાડતા પિતા-પુત્રએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ કે સી સોઢા વધુ તપાસ ચલાવી રહ્યા છે.