પાન-માવાના પ્લાસ્ટિક વિરૂદ્ધ કડક ઝુંબેશ, 170 કિલો જથ્થો જપ્ત કરાયો

રાજકોટ તા,7
‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છરતા જળવાઈ રહે તે હેતુથી કોઈપણ ઝાડાઈના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વપરાશ પર મ્યુનિ.કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા તાજેતરમાં જ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે, જે અનુસંધાને રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાળા દ્વારા પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ મહાપાલિકા દ્વારા ‘વન ડે વન વોર્ડ’ સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહેલ છે. પાન-માવાના પ્લાસ્ટીકને કારણે પણ શહેરમાં કચરો જનરેટ થાય છે તેમજ પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જરૂરી છે.’ તેમ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી ઉદૃયભાઈ કાનગડ જણાવેલ છે. કમિશ્નર શ્રી બંછાનિધી પાનીએ કહ્યું કે ‘પ્લાસ્ટીકના કચરાનો લાંબા સમય સુધીનાશ થઈ શકતો નથી અને તેથી પર્યાવરણને બચાવવા શહેરીજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપે તે ખૂબ જ આવશ્યક છે.’
વેસ્ટ ઝોન ખાતેના યુનીવર્સીટી રોડ, કાલાવાડ રોડ, નાનામવા રોડ, 150 ફુટ રીંગ રોડ, મવડી ચોક, મવડી ગુરૂકુળ રોડ, ગ્રીન સીટી રોડ પર આવેલ કુલ 98 પાન માવા દુકાનો દ્વારા પાન માવા પ્લાસ્ટીક વપરાશ કરવામાં આવતા મુખ્યત્વે ખોતલાઆપા, પાનવાલા, જયસીરામ, આશાપુરા, ડીલકસ, ગણેશ સેલ્સય, પી.પટેલ સેલ્સ એજન્સી, ખોડીયાર પાન, સરદાર પાન, નીલેશ પાન, શિવમ પાન, વાડીનાથ ડીલકસ, શ્રધ્ધાસ સેલ્સમ એજન્સી, રાકેશ સેલ્સશ એજન્સી, કે.પટેલ એજન્સીપ, મોમાઈ ડીલકસ, પટેલ પાન, દિપ પાન, ગેલેકસી પાન, પ્રીન્સિ પાન, શુભમ ડીલકસ પાન, ચંદન પાન, ઉમીયાજી પાન, વગેરે પાન માવા દુકાનધારકો પાસેથી પાન માવા ના 51 કિલો 98 દુકાનદાર પાસેથી 27900 વહિવટીચાર્જ વસૂલાયો છે. પૂર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ, હરીધવા માર્ગ વગેરે પર પીસ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. 80 કિલો પાન પીસ જપ્ત કરીને 41 આસામી પાસેથી 17450 રૂપિયા વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે.
સેન્ટ્રલ ઝોન ખાતે ગોંડલ રોડ, જંકશન રોડ, મંગળા રોડ, ટાગોર રોડ, સહકાર રોડ, કરણપરા, યાજ્ઞિક રોડ, લીમડા ચોક, વિદ્યાનગર રોડ, લાખાજીરાજ રોડ પર કુલ-123 આસામીઓ પાસેથી 38.800 કી.ગ્રા.જેટલુ પ્રતિબંધિત પાન-માવા-ફાકી નું પ્લાસ્ટીક તથા રૂા.41,350/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ એમ. જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેર ખેવનાબેન વકાણી, સેનીટેશન સુપ્રિટેન્ડશ્રી એચ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઈન્સપેકટર તથા સેનેટરી સબ ઈન્સપેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ, પ્રતિબંધિત પાણીના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.