રાજકોટમાં લૂંટનું તરકટ રચી મિત્રને મદદ કરનાર યુવતી સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો

  • રાજકોટમાં લૂંટનું તરકટ રચી મિત્રને મદદ કરનાર  યુવતી સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો
    રાજકોટમાં લૂંટનું તરકટ રચી મિત્રને મદદ કરનાર યુવતી સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો
  • રાજકોટમાં લૂંટનું તરકટ રચી મિત્રને મદદ કરનાર  યુવતી સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો
    રાજકોટમાં લૂંટનું તરકટ રચી મિત્રને મદદ કરનાર યુવતી સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ગુનો

રાજકોટ તા.7
રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં ભરબપોરે છરી જીકી યુવતી પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા લૂંટી લેવાની ઘટનામાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે બગસરાના શખ્સની ધરપકડ કરી આ ગુનામાં પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ યુવતી સામે પણ ગુનો નોંધી તમામ રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
સાડા પાંચ લાખની લૂંટનો ગુનો ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખી આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કિંજલ જ્યાં રહે છે ત્યાંથી ચોથા ઘરે દોઢેક વર્ષ પહેલા બગસરાના હામાપાર ગામનો હાર્દિક જેન્તીભાઇ વાળા નામનો લુહાર શખ્સ રહેવા આવ્યો હતો બંનેની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો પરંતુ હાર્દિકના લગ્ન થઇ ગયા હોય અને તેના વિરુદ્ધ તેની પત્નીએ માળિયા મિયાણામાં કેસ કર્યો હોય તે અંગે કિંજલને જાણ કરી હોવા છતાં તેની સાથે મિત્રતા રાખી હતી હાર્દિકને સાતેક લાખ રૂપિયાનું દેણું હોવાથી તેને કિંજલે મદદ કરવા માટે પ્લાન ઘડ્યો હતો કટક રહેતા અને બંગડીનો વ્યવસાય ધરાવતા કિંજલના કાકા ઘરખર્ચ માટે આંગડિયું મોકલવાના હતા સાડા પાંચ લાખ રૂપિયા આવવાના હોય તે અંગે કિંજલ જાણતી હતી અને રાત્રે ખબર પડતા જ પ્લાન ઘડી નાખ્યો હતો અને સવારે હાર્દિકને આ અંગે જાણ કરી તેને પૈસા લેવા આવવા અને પૈસા લઇ ગયા બાદ પોતે આ પ્રકારનું નાટક કરશે તેવું જણાવ્યું હતું જેથી પ્લાન મુજબ આંગડિયા પેઢીમાંથી પૈસા ઉપાડયા બાદ હાર્દિકને બોલાવીને તેને આ પૈસા આપી દીધા હતા
હાર્દિક બગસરાના મિત્ર પાર્થ પ્રવીણભાઈ કલોલાનું બાઈક લઈને રાજકોટ આવ્યો હતો અને કિંજલે પૈસા આપ્યા તે પૈસા રાજકોટમાં તેના ઘરે સંતાડી પોતે પરત બગસરા તેના ગામે જતો રહ્યો હતો પોલીસે બાતમી આધારે તેના મિત્ર પાર્થની પૂછપરછ કરતા હાર્દિક બાઈક લઇ ગયો હોવાનું જણાવતા તેને તેના ગામથી દબોચી લીધો હતો અને રાજકોટમાં ઘરેથી તમામ રકમ કબ્જે કરી હતી આ ગુનામાં હાર્દિકની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે કિંજલ સામે ગુનો નોંધી તેની પણ ધરપકડ કરવામાં આવી છે
કિંજલે હાર્દિકને દોઢ વર્ષ દરમિયાન કટકે કટકે ત્રણ લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના આપ્યા હતા આ અંગે કિંજલના પરિવારજનો પણ જાણતા હતા તેમ છતાં છૂટક છૂટક રકમ ચોરી થતી હોવાથી ફરિયડ કરવાનું ટાળ્યું હતું લૂંટનો પ્લાન ઘડનાર માસ્ટર માઈન્ડ કિંજલ પોતાના હાથે જ હાથમાં બ્લેડના ચેકા મારતી હોય તેવા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા તે પણ પોલીસે કબ્જે કર્યા હતા