પથ્થરબાજો પરનાં ગોળીબારમાં 3 નાં મોત થતાં કાશ્મીર ‘સળગ્યું’

શ્રીનગર,તા. ૭
દૃક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સુરક્ષાદૃળો દ્વારા દૃેખાવકારો પર હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવામાં ગોળીબાર કરવામાં આવ્યા બાદૃ પણ દૃેખાવકારો શાંત પડ્યા ન હતા. જેથી સુરક્ષાદૃળોન્ો કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. સુરક્ષા દૃળો પર પથ્થરમારા દૃરમિયાન કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં એક કિશોરી સહિત ત્રણ લોકોના મોત થતા સ્થાનિક લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ હવૂરા ક્ષેત્રમાં દૃેવાખવારો દ્વારા સુરક્ષા દૃળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્થિતિ વણસી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોન્ો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ચકાસણી કર્યા બાદૃ ત્ોમન્ો મૃત જાહેર કર્યા હતા. આની સાથે જ અનંતનાગ, કુલગામ, સોપિયન અને પુલવામા જિલ્લામાં ઈન્ટરન્ોટ સ્ોવા બંધ કરી દૃેવામાં આવી હતી. આઠમી જુલાઈના દિૃવસ્ો હિઝબુલના કમાન્ડર રહી ચુકેલા બુરહાન વાનીના મોત બાદૃ ત્ોની બીજી વરશી આવી રહી છે. આવતીકાલે ત્ોની વરશીન્ો લઈન્ો સુરક્ષા વ્યવસ્થા મજબત કરવામાં આવી ચુકી છે. આ કુખ્યાત આતંકવાદૃીન્ો ટેકો આપનાર લોકો િંહસા ફેલાવી શકે છે. બીજી બાજુ કટ્ટરપંથીઓ દ્વારા બંધની હાકલ કરવામાં આવી છે.