ટયુશન પ્રથા રોકવા હાઇકોર્ટમાં અરજી

અમદૃાવાદૃ,તા.૭
રાજયભરમાં ગ્રાંટેડ અન્ો નોન ગ્રાંટેડ શાળાઓના શિક્ષકો દ્વારા ગ્ોરકાયદૃે રીત્ો ધમધમતી ટયુશનની બદૃી સામે ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની જાહેર રિટ અરજી દૃાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશન ઓફ ગુજરાતના હેમાંગ રાવલ તરફથી કરાયેલી આ જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સત્તાવાળાઓન્ો પ્રતિવાદૃી પક્ષકારો તરીકે દૃર્શાવવામાં આવ્યા છે. રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓના વ્યાપક હિતમાં દૃાખલ કરાયેલી આ પીઆઇએલની સુનાવણી આગામી સપ્તાહમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં નીકળે ત્ોવી શકયતા છે.
અરજદૃાર હેમાંગ રાવલ તરફથી એડવોકેટ સ્ાૂરજ શુકલાએ અમદૃાવાદૃની ૧૩ જેટલી સ્કૂલોના શિક્ષકો દ્વારા ગ્ોરકાયદૃે રીત્ો ટયુશન કરતા હોવા સહિતની કેટલીક મહત્વની માહિતી પુરાવાઓ સાથે હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરી છે.
અરજદૃારપક્ષ તરફથી રાજય સરકારના સત્તાવાળાઓન્ો ધોરણ-૧૦માં ૩૦ ઇન્ટર્નલ માર્કસની જે વ્યવસ્થા છે, ત્ોની પુન:સમીક્ષા કરવા પણ અનુરોધ કરાયો છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોના ટયુશનના બ્લેકમેઇલીંગથી બચી શકે. ટયુશન પર પ્રતિબંધ ફરમાવતો ખુદૃ સરકારનો કાયદૃો હોવાછતાં રાજયમાં ત્ોનો કોઇ જ અસરકારક અમલ થતો નથી ત્યારે આ મામલે હાઇકોર્ટની દૃરમ્યાનગીરી અનિવાર્ય બની છે.