મુંબઈ, ગોવા, કોંકણમાં ભારે વરસાદની આગાહીથી એલર્ટ

મુંબઈ,તા.7
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, મુંબઈ, ગોવા અને કોંકણમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
તો વરસાદના પગલે કેટલાંક ઠેકાણે પાણી ભરાયું હતું. જેના કારણે જનજીવન પણ ઠપ થયું હતું. વરસાદના પગલે ટ્રેન સેવા પણ ખોરવાઈ હતી. રસ્તા પરનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, રેલવે ટ્રેક પર પાણી ભરાતા કલ્યાણથી અંબરનાથ અને ખોપાલી જતી તમામ ટ્રેન રોકી દેવાઈ હતી.
બીજી તરફ, રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનો પણ પાણીમાં અટવાયા હતા. આમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવીત થયુ છે, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર પર પણ અસર પડી છે.
ના કારણે કેટલીક ટ્રેનોને રોકી દેવાઈ છે ત્યારે બીજી તરફ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.