સીંગખોળમાં સુધારો, કપાસીયા ખોળ સ્થિર

  • સીંગખોળમાં સુધારો, કપાસીયા ખોળ સ્થિર
    સીંગખોળમાં સુધારો, કપાસીયા ખોળ સ્થિર

રાજકોટ: ખાદ્યતેલ બજારમાં આજે કોઈ વધઘટ હતી નહી ટેકસ પેઈડ સીંગતેલ નવા ડબ્બાનાં ભાવ 14પ0-1460 તેમજ કપાસીયા રીફાઈન્ડ તેલના ભાવ 1રપ0-1ર80 ઉપર ટકેલા હતા. ખોળ બજારમાં સુધારો જોવા મળ્યો હતો.
એરંડા બજારમાં સુધારો હતો. ચણાબેસન, ખાંડ ટકેલી હતી. સોના-ચાંદીમાં પણ વધઘટ હતી નહી.
મગફળી
સૌરાષ્ટ્ર યાર્ડોમાં આજે મગફળીની 7-8 હજાર ગુણીની પાંખી આવક હતી. રાજકોટ યાર્ડમાં ર300 ગુણીની આવક હતી. જાડી મગફળીના ભાવ 640-810 તેમજ જીણીના 6ર0-76પ રહ્યા હતા.
મીલ ડીલેવરીમાં જામનગરમાં જાડી મગફળીના ભાવ66પ-86પ રહ્યા હતા. જુનાગઢમાં 7000 ગુણીની આવક હતી. જાડી મગફળીના ભાવ 1પ700, જીણીના 17800, જીર0 ના 1પ800, પીલાણનાં 13400 રહ્યા હતા.
સીંગતેલ લુઝ
સીંગતેલ લુઝમાં આજે સુધારા તરફી વલણ હતુ. લુઝનાં ભાવ રૂા.810 ઉપર ટકેલા હતા. કામકાજ 40પ ટેન્કરનાં હતા. કોટનવોશના ભાવ 73પ-738 રહ્યા હતા. કામકાજ 10-1ર ગાડીના હતા. કંડલા બંદરે પામોલીન તેલના ભાવ 696-698 હતા. તેમજ સોયાબીન તેલનાં 736-638 રહ્યા હતા. સીંગખોળમા રૂા.રપ0 વધી ભાવ (100 કીલો) 197પ0 થયા હતા.
જામનગરમાં લુઝનાં ભાવ 810, ભાવનગરમાં પણ 810 રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં આજે સ્થિરટોન હતો. રાજકોટમાં 800 ગુણીની આવક હતી. ખાંડ ડી ગ્રેડના ભાવ 3400-3480 તેમજ સી ગ્રેડના 3પ00-3પ80 રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં આજે સુધારો હતો. ગુજરાતમાં 40-4પ હજાર ગુણીની આવક હતી. ભાવ 8ર0-83પ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 1000 ગુણીની આવક હતી ભાવ 800-836 રહ્યા હતા. જગાણાનાં ભાવ 8પપ, કડી 8પ7, કંડલા 8પ0, માવજીહરી 8પ0-8પપ, ગીરનારનાં 8પ0-8પ7 રહ્યા હતા. જયારે દિવેલના ભાવ 878-880 રહ્યા હતા.
સોના-ચાંદી
વૈશ્ર્વીક બજારમાં આજે સોના-ચાંદીમાં સ્થિરટોન હતો. ચાંદી 16.01 સેન્ટ હતી. સોનું 1ર9પ ડોલર હતુ. રાજકોટ ઝવેરી બજારમાં ચાંદી 39પ00 ઉપર સ્થિર હતી. સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 31400, રર કેરેટનાં 30600 દાગીના પરતનાં ર8800 રહ્યા હતા. સોનાના બિસ્કીટ ( 100 ગ્રા) ભાવ 314000 રહ્યા હતા.