કાનાલુસના યુવાન સાથે 1.80 લાખની ઓનલાઈન છેતરપીંડી


સ્વાસ્યવર્ધક દવાનાં મંગાવ્યા બાદ લકી કસ્ટમર તરીકે સીલેકટ થયાનું જણાવી કરી ઠગાઈ
જામનગર,તા.7
જામનગર જીલ્લાનાં કાનાલુસ ગામમાં પર પ્રાંતીય યુવાને ઓનલાઈન સ્વાસ્થ્યવર્ધક દવાની ખરીદી કર્યા પછી તેની સાથે છેતરપીંડી કરવામાં આવી હતી તમે કંપનીના લકકી કસ્ટમર સાબીત થયાં છો. તેવુ પ્રલોભન આપી તેની પાસેથી ઓનલાઈન રૂા.1 લાખ 80 હજારની રકમ પડાવી લેવામાં આવી હતી. આખરે આ બાબતે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મુળ ઉતર પ્રદેશનો વતની અને જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકામાં કાનાલુસ ગામમા શાકભાજી, તથા ફ્રુટ વેચી ગુજરાન ચલાવતાં ઉપેન્દ્ર યાદવ છબીલ યાદવ ઉ.વ.34 એ ગત સપ્ટેમ્બર માસમાં સ્વાસ્થ્ય વર્ધક દવાની ઓનલાઈન ખરીદી કરી હતી તે પેટે તેમણે રૂા.3900 ચુકવ્યા હતા. પરંતુ અન્ય કોઈ ચીટર ખોટો તેમની આ ઓનલાઈન હલચલ ઉપર બાજ નજર રાખીને બેઠા હતા. તેમાંથી ખરીદનાર અજાણ હતો.
આ પછી ગત જાન્યુઆરી માસમાં તેને અલગ અલગ ચાર નંબરો ઉપરથી ફોન આવ્યા હતા અને તમને લોટરી લાગી છે. અને તમે કંપનીના લકકી ગ્રાહક સાબીત થયા છો. માટે તમને સફારી મોટરકાર અથવા રૂા.1ર લાખ 80 હજારની રોકડ માટે વિજેતા થયા છા. આ માટે તમારે થોડી પ્રોસેસ કરવી પડશે. આમ રાતોરાત લાખોપતિ બની જશો તેવા સ્વપ્ના સેવનારા ઉપેન્દ્ર યાદવે કટકે કટકે રૂા.1 લાખ 80 હજારની રકમ અલગ અલગ ત્રણ બેન્ક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. પરંતુ લાંબો સમય સુધી તેમને રૂા.1ર લાખ 80 હજારની રોકડ રકમ મળી ન હતી આખરે પોતાની સાથે છેતરપીંડી થવા પામી હોય તેમ જણાતાં આખરે તેણે ઉત્તરપ્રદેશ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
આ પછી આ ફરીયાદ લાલપુર તાલુકાનાં મેઘપર પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આથી પોલીસે આ અંગે અજાણ્યા ચીટરો સામે ગુન્નો નોધ્યો છે. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર ડી એસ વાઢેર ચલાવી રહ્યાં છે.