ફિફા વર્લ્ડકપમાં જબરો અપસેટ વર્લ્ડ ચેમ્પિયન જર્મની આઉટ

  • ફિફા વર્લ્ડકપમાં જબરો અપસેટ  વર્લ્ડ ચેમ્પિયન જર્મની આઉટ
    ફિફા વર્લ્ડકપમાં જબરો અપસેટ વર્લ્ડ ચેમ્પિયન જર્મની આઉટ

મોસ્કો તા.27
ફુટબોલ વર્લ્ડકપમાં આજે એક ઐતિહાસિક અપસેટ સર્જાયો હતો. આજે રમાયેલા પોતાના અંતિમ લીગ મેચમાં વર્તમાન વિશ્ર્વ ચેમ્પિયન જર્મની ખરાબ રમતને કારણે દક્ષિણ કોરીયા સામે 0-2 થી હારી જતા તેને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાની ફરજ પડી છે.
ગત વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ જર્મનીનું આ વખતના વિશ્ર્વ કપમાં ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. કુલ 3 લીગ મેચમાં જર્મની કુલ માત્ર બે ગોલ જ નોંધાવી શકી છે.
અત્રેએ ખાસ ઉલ્લેખનીય બની રહેશે કે, સને 1938 પછીથી પ્રથમવાર, અત્યારે રમાતા વર્લ્ડકપમાં એવું બન્યું છે કે જેમાં જર્મનીની ટીમ પ્રથમ રાઉન્ડને અંતે વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ હોય.
જર્મની ભુતકાળમાં ચાર ચાર વખત ફુટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ચુકી છે. અને આ વખતે તેની પાસે કમ સે કમ આવા ખરાબ દેખાવની અપેક્ષા તો ન હોતી જ.