સેન્સેકસમાં 273 પોઇન્ટ તૂટયા: રૂપિયો પણ ઘસાયો

  • સેન્સેકસમાં 273 પોઇન્ટ તૂટયા: રૂપિયો પણ ઘસાયો
    સેન્સેકસમાં 273 પોઇન્ટ તૂટયા: રૂપિયો પણ ઘસાયો

મુંબઈ, તા.27
હેવીવેઈટ શેરોની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે બુધવારે શેરબજાર લાલ નિશાન નીચે બંધ થયું હતું. આ કામકાજી અઠવાડિયાના ત્રીજા દિવસે સેન્સેક્સ 272.93 અંક નીચે સરકીને 35,217.11 અંક પર બંધ થયું હતું જ્યારે નિફ્ટી 97.75 અંક ઘટીને 10,671.40 અંક પર બંધ થયો હતો.
નિફ્ટી 50 પર માત્ર આઠ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. એમાં આઈટી કંપનીઓના શેર મુખ્ય હતા. કામકાજના અંત દરમિયાન નિફ્ટી પર ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, સિપ્લા અને એચડીએફસી બેંકના શેર ટોપ ગેઈનરમાં શામેલ રહ્યાં હતાં.
ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ભારે ગગડી ગઈ હતી. બુધવારે રુપિયો ડોલરની સરખામણીએ 19 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો.
આ કામકાજી અઠવાડિયામાં ત્રીજા દિવસે 30 પૈસાનો ઘટાડો નોંધાયો. આ ઘટાડાની સાથે જ એક ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 68.54 રૂપિયા પર પહોંચી ગઈ હતી.